એક સૂફી રોમાન્સ – ભાગ : ૩ – પુનર્મિલન

.
.
વરાળ થઇ ઊડી જાય છે જાય બધું,
આ બારિયાળા મકાન, પહાડો આ, આ ફળ નમ્યાં ઝાડ
– વરાળના ગોટેગોટા.
.
.
સાવ સપાટ થઇ જાય છે હઠાત જ્યાં વારંવાર ભોયનું અનંકિત તળ.
ત્યાં તળાવ થઇ જાળવીએ આપણે આપણને, ચાલ.
જાળવીએ કારમી બપોરને – ઝળહળતી, જળશીતળ.
છો, ખંડમાં બત્તી બુઝાવતીક અલોપ થઇ ગઈ
આયનાની દુનિયા,
ખંડના અંધકારમાં ગુપચુપ, વસ્તુ બની ટકી રહીએ આપણે, ચાલ.
તેજના, વળી અંધકારના, ઊના પ્રવાહીમાં આપણે તણાઈ નથી જવાના,
ઓગળી જઈએ એનાં કણેકણ વચ્ચે, ટકી રહીએ, ત્યાં જ ક્યાંક.
ચાલ, જીવવા સારું રચીએ એક અનૈતિહાસિક સમય.
.
.
– સિતાંશુ યશશ્ચન્દ્ર