એક સૂફી રોમાન્સ – ભાગ : ૨ – વિરહ

.
.
ચળકે છે રાતમાં
બળી ગયેલી ટ્રેનના અવશેષ બની રાતા સિગ્નલો.
.
.
ટટ્ટાર થઇ ઊભા થઇ ગયા છે ઊંચે હવામાં લોહના હાથો.
જેમના પોલાણમાં ચળકે છે સ્ત્રષ્ટાના આરક્ત સુડોળ નેત્ર.
.
.

તીવ્ર પ્રકાશથી ચોંકી ફફડી ઊઠેલું અંધારું

ઘેરાં લીલાં ઝાડવાં પર પાછું સ્થિર થઇ ગયું છે,

એના પગમાં કુદરતી ભીડાઈ ગયા છે લોભી તાળાં

સજીવ ડાળીઓના ગોળાવ પર.

કોઈ થાકેલ ઊંઘરેટું કશાક માટે હજી

હજારો તારાઓને ખુલ્લા રાખવા માગે છે પોતાના આતુર ચહેરામાં.

બિડાઈ જાય છે પળેપળ તારાઓ, પાછા ખૂલે છે.

.

.

પોતાના ઘૂંટણ પર માથું ટેકવી, મારી છાતીમાં

અજંપો સાવ શાંત છે.

કેવાં હશે એનાં નેત્ર?

તું (યાદ) આવે છે.

.

.

– સિતાંશુ યશશ્ચન્દ્ર

Advertisements