બજવૈયો


.
.
તું મારું વાજિંતર વ્હાલું
હું તારો બજવૈયો.
તાર તાર જાણું હું તારા
સૂર મધુર માણું.
ધાર ધાર રસ વરસે સાજન
કોઈ અજાણ્યું ગાણું.
ઓચ્છવનો ઉજવૈયો.
હું તારો બજવૈયો.
.
.
આસપાસ ને શ્વાસ-શ્વાસમાં
સંગીત મીઠું મ્હોર્યું,
તાર, મંદ્ર ને મધ્યમ સપ્તક
સૌ સાથે સજોડ્યું.
ના અવ હોય ખમૈયો.
હું તારો બજવૈયો.
.
.
સારાણિયાની જેમ અડું ને
ધાર મજાની પરખું,
તડ-તડ તડ-તડ તણખા ઊડતા
થરથર વીજળી થથરું.
અવકાશી તરવૈયો.
હું તારો બજવૈયો.
.
.
બજાણિયાની જેમ દોર પર
થીર થઈને સરકું.
આંખોમાં તવ આંખ પરોવી
મિચકારી દઉં મટકું.
નાત-નાગર ખેલૈયો.
હું તારો બજવૈયો.
.
.
– મહેશ દવે

2 thoughts on “બજવૈયો

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s