પ્રગટ મળ્યે સુખ થાય!


.
.
પ્રગટ મળ્યે સુખ થાય, શ્રીગિરિધર પ્રગટ મળ્યે સુખ થાય!
અંતર્યામી અખીલમાં છે તેથી કહો, કોનું દુઃખ જાય?
.
.
તેલ વિના સ્ફુટ તિલ પૂર્યેથી દિપક કેમ પ્રગટય?
પ્રગટ પાવક વિના કાષ્ઠને ભેટ્યે શી પેરે શીત શમાય?
.
.
પૃથ્વી ચાટયે તૃષા ટળે નહીં, અંતરજળ શ્રુતિ ગાય,
દીવાસળી પાષાણસ્પર્શથી કો કહે જ્વાળા જણાય?
.
.
સુરભીપેટમાં પય, તેમાં ઘૃત, તેથી પુષ્ટિ ન પામે ગાય,
દોહી-માંથી માખણ તાવ્યે સર્પિભક્ષણ સુખદાય.
.
.
વ્યાપકથી વાતો નવ થયે, તે વિના જીવ અકળાય,
રસિયાજનમનરંજન નટવર! દયાપ્રીતમ! વ્રજરાય!
.
.
– દયારામ

One thought on “પ્રગટ મળ્યે સુખ થાય!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s