તારા જવાનું…


.
.
તારા જવાનું જયારે મને સાંભરે રે લોલ;
આકાશ મારી આંખમાં ટોળે વળે રે લોલ.
.
.
જે આવવાનો કોલ તે રોપ્યો હતો અહીં,
વડવાઈ થઈને ઝૂલી રહ્યો છે હવે રે લોલ.
.
.
બે-ચાર પગલાં ચાલું જો હું તારી યાદમાં,
એકલતા રસ્તો થઇ મને સામી મળે રે લોલ.
.
.
તારા વિનાનો મારો આ ભીનો ઉજાગરો,
કૂવાની જેમ અર્ધો ભરેલો રહે રે લોલ.
.
.
પરદેશીનું સ્મરણ તો ફક્ત આજની જ હુંફ,
કાલે ફરી બરફનો સૂરજ ઊગશે રે લોલ.
.
.
– જવાહર બક્ષી

3 thoughts on “તારા જવાનું…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s