વાંસળીનું કામણ


.
.
વાંસળીનું એવું તે કેવું કામણ કે એનો સાદ
તને અહીં દૂર દૂરના કિનારે લઇ આવ્યો?
તારી પાર્થિવ આંખોને
કયા સુંદર ઉપવને આટલી ઉન્મત્ત કરી મૂકી?
.
.
સુંવાળી શય્યા અને ચંદ્ર અને ચંદન,
આશ્લેષ-આલિંગન અને ચુંબન
ઇચ્છાઓના બાગબગીચે ઈન્દ્રિયોનું રૂપનર્તન.
.
.
તારાં વિલાસી સ્તનોની અને ઉષ્ણ લોહી-માંસના
શ્વાસ-પિંજરથી તું રાજી નહોતી?
હવે કેમ આટલી સુસ્ત, ઉદાસીન છે?
.
.
તારી અકળવકળ આંખોનો
કે વહેતી દ્રષ્ટિનો સંકેત શો છે?
એ આનંદદાયક ઉદાસી છે
કે કૃપા માટેની કેફિયત?
.
.
લાકડામાં જેમ અગ્નિ છુપાયો છે એમ
ક્યાંક તારો પ્રતિકાર રહ્યો છે
જયારે કશુંક ઘર્ષણ થાય છે
ને ચકમક ઝરે છે ત્યારે મૂંઝવણ
આગ થઇને પ્રકટે છે.
.
.
સાત સમુદ્રની પેલે પાર
ક્યાંક રાહ જુએ છે છુપાયેલો સમુદ્ર,
નહીં અંકુરેલા મોજાંઓનો શાંત મર્મર-ધ્વનિ
શું આજે અહીં આવ્યો છે?
.
.
તારો આત્મા અનોખી મસ્તીમાં વહી રહ્યો છે
તારી ઉર્જામાં નિરતિશય આનંદ છે
જે છે એને છોડવાનું
અને જે નથી એને માટે ઝૂરવાનું એ શું જિંદગી?
.
.
વાંસળીનું એવું તે કેવું કામણ કે
જે તને અચાનક અહીં લાવ્યું?
કયા સુંદર ઉપવને તારી તરફ
વીજળીના હાથ લંબાવ્યા?
.
.
– ગોપાલકૃષ્ણ અડિગા
(ભાષા: કન્નડ)
(અનુવાદ: સુરેશ દલાલ)

One thought on “વાંસળીનું કામણ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s