યાદ છે?

.
.
મને જોતાં જ તમારા હાથમાંનું મધુપાત્ર પણ
ઉષ્ણતા વધવાથી રોમાંચિત થઇ ગયું હતું યાદ છે?
રિસાઈને જાઓ છો તો જાઓ પણ મધુપાત્રને
એક વાર ભરીને તો જાઓ, મેં કહ્યુ હતું એ યાદ છે?
રાતે મારા રેશમી ગાલ પર નખથી દોરીને ચિત્ર
સવારે એવા તો ચકિત થયાનું નાટક કર્યું હતું યાદ છે?
મેં ખોસેલા મોગરાના પરિમલની મસ્તીમાં તમે
મધુપાત્ર ભૂલીને, આ દેહ્ગંધમાં પીગળી ગયા હતા યાદ છે?
તમારી વગર ઊંઘ ન આવવાથી રાતના ગર્ભમાં
મારા પાયલના કિંકિણી નક્ષત્ર ખીલ્યાં’તા તમને યાદ છે?
મારા અસંખ્ય આંસુ આંખમાંથી ટપકવા ન દેતાં
તમે મારી આંખોમાં જે હાસ્ય ભર્યું હતું તે યાદ છે?
સાંજે અજબ નશો છવાઈ જતો ત્યારે ફક્ત હું જ નહીં
મધુપાત્ર પણ તમારી પ્રતીક્ષામાં કંપી ઊઠતું તમને યાદ છે?
નજર ન લાગે માટે કાજળનું ટપકું કરીને એક એક ઘૂંટડો
મધુથી આંખ આધાર કેશને માટે એમ કહીને નજર ઉતારી હતી યાદ છે?
મારી સાથે પ્રત્યેક પળને મધુની જેમ ચૂસતા, કેવા અધીર થઈને
આવો પ્રિયે, આ પલ અંતિમ પણ હોઈ શકે, કહ્યું’તું યાદ છે?
હાથમાંના મધુપાત્રના સોગંદ પ્રિયે તારી વગર આ મધુમાં
ન નશો છે ન જિંદગી, એમ કહ્યાનું યાદ છે?
.
.
– એચ. એસ. મુક્તાયક્કા
(ભાષા: કન્નડ)
(અનુવાદ: જયા મહેતા)

Advertisements