બદલો


.

.

સાંજની છાયાઓએ પોતાના કેશ ફેલાવી દીધા
ચંદ્રે તારાઓને પોતાની વેદના સંભળાવી આળસ મરડી.
.
ફૂલ બદલાઈ ગયું, એની સુગંધ ઉડી ગઈ, રંગ ફિક્કો થઇ ગયો
ક્યાં ખબર હતી કે આ તો કાગળનું ગુલાબ છે!
.
જાણે હિમાલયના શિખર પરથી આ અનુભૂતિ ઉતારી આવી છે,
રાત્રે હું ખોવાઈ ગયો અને તારાઓએ મારો ઉપહાસ કર્યો.
.
હુંય તે ફરહાદ છું – નહેર લાવ્યો છું લોહી વહાવી
મારા પગને તળિયે પણ કાંટા વાગ્યા છે મજનૂના.
.
આટલું કરી કરીનેય તારી બેવફાઈ જોઈ
મારા પ્રેમનું સારલ્ય તો શુદ્ધ છે, તને અર્પણ છે.
.
આંધી વાવાઝોડાએ પણ સાચવી રાખ્યા છે,
સહરાના રણમાં તારા પગલાંનાં નિશાન –
.
મૂઢ હું આવ્યો લોભથી – સરળ હું કેટલો?
ઝાકળનાં બિંદુઓની મેં તો માળા પરોવી છે.
.
જીવન આખું અહોરાત ફૂલોના વનમાં સહેલગાહ કરી,
અને આખરે મારો ખોળો તો ભરાયો કડવા ઘાસથી.
.
રેશમના કીડા જેવી મારી આખરી દશા છે,
અરે, મેં પોતે જ બદલો છે લીધો મુજથી!
.
.
– ગુલામ અહમદ ‘ગાશ’
(ભાષા: કાશ્મીરી)
(અનુવાદ: ભોળાભાઈ પટેલ)

2 thoughts on “બદલો

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s