સ્મરણિયાસુ


.
.
અષાઢના કરુણ સમારોહમાં
આ નિર્જન ડાકબંગલો.
લીમડા પર મંજરીઓ ખીલી છે.
.
.
આ શાંત ઉઘાડા
ડાંગરના ખેતર વચ્ચે
લાંબી લાંબી ક્યારીઓ ડુંગળી અને સરસવની,
જાણે પૃથ્વીના લાખો પોપટ-પોપટી
ભેગા થયાં છે અહીં;
કરવાને વાસ્તવમાં
એક રંગીન સપનાનો તરજુમો.
.
.
અતિ અદભુત સૂર
રેલાયો છે
કદાચ એક ગ્રામીણ લગ્નનો ઉત્સવ
જામ્યો છે –
દિગંતવ્યાપી કેવડાના વનની
સીમા પાર.
.
.
તારી જ યાદ આવી –
અચાનક યાદ આવી.
આકાશમાં ઉજળા ચંદ્રનો તરાપો,
શાલ વનના સમુદ્ર પર
ઢગલાબંધ આગિયાનો મેળો.
.
.
અચાનક લાગ્યું –
સહસ્ત્ર ફાગણ હતા તારી આંખોમાં;
સહસ્ત્ર ચંદ્રનું હાસ્ય હતું તારા હોઠો પર.
તોપણ મને થયું પી લીધો છે બધો રસ
પડી રહ્યો છે ખાલી કળશ.
.
.
કર્કવૃત્તનું શુષ્ક રણ –
જાણે પી લીધા છે દક્ષિણ સાગરના
સઘળા મોસમી પવનો
અતિ ભોજનના નશામાં.
.
.
આજે પોતે પોતાને સંબોધીને કહું છું:
આ બધી વિરાટ વ્યર્થતા છે.
લાંબા યુગનો વિરહ, અવસાદ
શું આ તારા પ્રેમનો અનુવાદ છે.
.
.
– સચ્ચિદાનંદ રાઉત રાય
(ભાષા: ઊડિયા)
(અનુવાદ: રેણુકા શ્રીરામ સોની)

2 thoughts on “સ્મરણિયાસુ

  1. લાંબા યુગનો વિરહ, અવસાદ
    શું આ તારા પ્રેમનો અનુવાદ છે.
    સરસ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s