અચાનક એક દિવસ

.
.
અમારી મુલાકાત થાય છે
ઘણાં વરસો પછી
એકબીજાની જુદી જુદી ઉંમરની
સંતતીઓની વચ્ચે,
તેઓ જ છે એ કહાનીના
અનિવાર્ય આગલાં પૃષ્ઠોના જમાં પ્રેમી-પ્રેમિકા હોય છે
બે વૃક્ષ કે રેતીના બે ઢગલા.
અમે બંને વાતો કરતાં હતાં ત્યારે
ક્યાંકથી પણ એક પોકળ ક્રોધ આવીને
ખેદાન-મેદાન કરી નાખે છે
જૂનાં ગીતોની નિદ્રા.
શું ક્યાં છે એકાંત
ક્યાં તું મને ખેંચી જા હાથ પકડીને
અને માત્ર એક સ્મિતથી
અનાયાસે જ મિટાવી દે
મારું ધૂંધળું અતીત અને
બાકી બચેલું રક્તહીન આયુષ્ય.
.
.
પોતે જ રાખી લીધું આપણે
જે એકબીજાને આપવું હતું.
આજ માત્ર આપી શકીએ છીએ
એક કપ ચા, કે
બાળકોને બિસ્કિટ,
બાળકો પણ કોણ જાણે કેમ
વિદેશમાં પડેલા સૈનિકોના શબ પર
વાદળોની જેમ વહી જાય છે
શૂન્ય આકાશમાં.
.
.
– રમાકાન્ત રથ
(ભાષા: ઊડિયા)
(અનુવાદ: સુજાતા ગાંધી)