સાંજની વેળા


.
.
ચાંદની ઢીંચી લથડતા આવશું,
સાથ આખું નભ ઢસડતા આવશું.
.
.
તું લખે ત્યારે જ આવીશું નહીં,
આવશું ત્યારે રખડતા આવશું.
.
.
સાવ ખાલી હાથ આવીશું નહીં,
સાંજની વેળા પકડતા આવશું.
.
.
બારીઓની જેમ થઈશું બંધ, ને-
બારણાની જેમ ખુલતા આવશું.
.
.
કોઈ વચ્ચે ના પડે એમ ‘ધૂની’,
જાતની સાથે ઝઘડતા આવશું.
.
.
– ધૂની માંડલિયા

5 thoughts on “સાંજની વેળા

  1. તું લખે ત્યારે જ આવીશું નહીં,
    આવશું ત્યારે રખડતા આવશું
    વાહ..સુંદર શેર…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s