સાંજની વેળા

.
.
ચાંદની ઢીંચી લથડતા આવશું,
સાથ આખું નભ ઢસડતા આવશું.
.
.
તું લખે ત્યારે જ આવીશું નહીં,
આવશું ત્યારે રખડતા આવશું.
.
.
સાવ ખાલી હાથ આવીશું નહીં,
સાંજની વેળા પકડતા આવશું.
.
.
બારીઓની જેમ થઈશું બંધ, ને-
બારણાની જેમ ખુલતા આવશું.
.
.
કોઈ વચ્ચે ના પડે એમ ‘ધૂની’,
જાતની સાથે ઝઘડતા આવશું.
.
.
– ધૂની માંડલિયા

Advertisements