ખુલાસા જાગે છે…


.
.
સુતેલા તમાશા જાગે છે મોસમના તકાદા જાગે છે,
આપ આવો છો તો મુફ્લીસની કિસ્મતના ખજાના જાગે છે.
.
.
થાકીને વિયોગી સુતો છે ને ચંદ સિતારા જાગે છે,
લ્યો દર્દને નીંદર આવી ગઈ – પણ એના દિલાસા જાગે છે.
.
.
એક જોબનવંતી રાત હતી – ને ખાલી પાલવ જોઈ થયું,
પ્રશ્નો તો નિરાંતે સૂતા છે – પ્રશ્નોના ખુલાસા જાગે છે.
.
.
હૈયું તો હજીયે ધબકે છે – ના હોય ભલે પગરવ જેવું,
રૂપાળા મુસાફિરને કહી દો વેરાન ઉતારા જાગે છે.
.
.
આ યુગમાં પણ આ ‘સૈફ’ ને મેં જોયા છે હસતાં કંઇક વખત,
લાગે છે એના હૈયામાં બેચાર દીવાના જાગે છે.
.
.
– સૈફ પાલનપુરી

Advertisements

2 thoughts on “ખુલાસા જાગે છે…

  1. “આપ આવો છો તો મુફ્લીસની કિસ્મતના ખજાના જાગે છે.”….
    વાહ્.. વાહ…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s