શરૂ પાનખર થઇ…


.
.
હું ક્યાં રહું છું તારા સંબંધોથી પર થઇ,
તારા વિના ન કોઈને એની ખબર થઇ.
.
.
ફૂલો બરફના હાથની ઉષ્માથી પીગળ્યાં,
વૃક્ષોને ભ્રમ થયો કે શરૂ પાનખર થઇ.
.
.
કડવા એ ઘૂંટથીયે ભુલાયું નહીં કશું,
ચકચૂર કેફમાં એ હવે આંખ તર થઇ.
.
.
દર્શન થયાં નહીં અને આંખો મીંચાઈ ગઈ,
મંઝીલ નહીં મળી અને મીઠી સફર થઇ.
.
.
સૌ એટલું હસ્યાં કે નયન તર થઇ ગયાં,
મારાં તમાશાની હવે ધારી અસર થઇ.
.
.
– હરીન્દ્ર દવે

6 thoughts on “શરૂ પાનખર થઇ…

 1. આપના લખાણ, ગઝલો અને ચિત્રો વેધક અને હૃદય સોંસરવા હોય છે. તે અરમાનો અને સ્વપ્નોને વાચા આપે છે. હમેશા આ રસ કટોરા પીરસતા રહો એવી અપેક્ષા. ખુબ ખુબ અભિનંદન. મારા બ્લોગ પર તે પુનઃ લેવાની પરવાનગી આપશો તો આભારી થઈશ. આપની કૃતિ નીચે આપના નામનો ઉલ્લેખ અવશ્ય હશે. અપેક્ષા સહ,
  આપનો વિશ્વાસુ,
  કલ્યાણ શાહ
  ૬ ફેબ્રુઆરી, ૨૦૧૨
  સોમવાર

 2. fulo barafna haathni ushma thi pigalya,
  Vruksho ne em thayu ke sharu pankhar thai.

  beautiful.

  vijay

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s