કોરી ધાકોર આંખો…

.
.
આ થીજી ગયેલો ચહેરો તારો પત્થર જેવો લાગે,
અને એમાં પ્રવેશું ત્યારે મને પાણી પાણી લાગે.
.
.
કોરી ધાકોર આ આંખો તારી રણ જેવી લાગે,
અને એમાં પ્રવેશું ત્યારે મને ઝાંઝવાના જળ જેવું લાગે.
.
.
બેસી ગયેલા ગાલ તારા ઉદાસી મઢેલા લાગે,
અને એમાં પ્રવેશું ત્યારે મને દર્દનો રંગ લાગે.
.
.
ચુપચાપ રહેતા તારા હોઠ શબ્દોની લાશ જેવા લાગે,
અને એમાં પ્રવેશું ત્યારે મને મીણ જ મીણ જેવું લાગે.
.
.
ચાલક, બિન્દાસ, મજબુત, ખુશ – તારું મન લાગે,
અને એમાં પ્રવેશું ત્યારે મને રિક્તતાથી ભરપૂર લાગે.
.
.
હસતી, ફરતી, રમતી, આ તારી જીંદગી લાગે,
અને એમાં પ્રવેશું ત્યારે મને ચારેકોર અંધકાર લાગે.
.
.
– ક્રિષ્ના