તો એક વાત કહું.


.
.
એક તો મુશ્કેલ છે આપણું મળવાનું,
નજરથી નજર મેળવો તો એક વાત કહું.
.
.
એ તો અશક્ય છે હવે તમારા ઘરે ક્યારેય આવવાનું,
તમે સપનામાં મળી જાઓ તો એક વાત કહું.
.
.
ફૂલને પણ જોઈએ છે એક બહાનું ખીલવાનું,
તમે ફોરમ બની જાઓ તો એક વાત કહું.
.
.
પ્રેમ કરવાનું શીખવાડશે કોણ અમને તમારા વિના,
વન ઉપવન બની આવો તો એક વાત કહું.
.
.
મને આવડે ના પ્રણયશિલ્પ  કોતરતા,
તમે ખુદ સંગેમરમર થાઓ તો એક વાત કહું.
.
.
રોજ ચુમવાનું નસીબ ક્યાં મારું?
અધરની લાલી બનાવો તો એક વાત કહું.
.
.
– ક્રિષ્ના

8 thoughts on “તો એક વાત કહું.

  1. Sooooonder, when we are all too busy to notice the next person,you care to
    see,and feel and care to reach out.truly like it.vijay

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s