જ્યારે ના કોઈ


.

જ્યારે ના કોઈ આસપાસ હશે,

ત્યારે તેઓ જ મારી પાસ હશે.

દૂર કરતો ગયો બધાં મ્હોરાં,

શું મને મારી પણ તલાશ હશે ?

રાતના બે શશી તો હોય નહીં,

જ્યારે એ આવશે, અમાસ હશે !

સૂર્યકિરણો ગયાં છે ત્યાં સુધી

ભીતરે એટલે ઉજાસ હશે !

કેમ અટકી ગઈ સફર મારી ?

શું અહીં આપનો નિવાસ હશે ?

પાનખરમાંય જે ખરી ન પડે,

એ જ સંબંધની સુવાસ હશે.

જાય છે મંઝિલો વટાવીને,

ક્યાં હવે માર્ગનો પ્રવાસ હશે ?

.

– હર્ષદરાય દવાવાલા – ‘બેચેન’

4 thoughts on “જ્યારે ના કોઈ

 1. જ્યારે ના કોઈ આસપાસ હશે,
  ત્યારે તેઓ જ મારી પાસ હશે….
  સાચુ જ છે ને…

 2. જ્યારે ના કોઈ આસપાસ હશે,
  ત્યારે તેઓ જ મારી પાસ હશે.

  આ હકીકત છે, પરંતુ આ એહસાસ મોટાભાગે થતો નથી અથવા બહુ મોડેથી થાય છે ત્યારે જીવનમાં ઘણું ફેશ કરવું પડેલ હોય છે.

 3. તુમ મેરે પાસ હોતે હો ગોયા
  જબ કોઇ દૂસરા નહીં હોતા ! – ની અસરવાળી પણ સુંદર ગઝલ છે આ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s