અષાઢના આકાશમાં


.

.

અષાઢના આકાશમાં વાદળો નથી
પૃથ્વીના શરીર પર નથી ઘાસ.
સ્મિતનો પરિમલ તારા હોઠના ધ્વનિને
મુખરિત નથી કરતો.
છીપની ભીતર દૂર દૂરના સમુદ્રનું
કોઈ સ્વપ્ન નથી.
કાલની વેગીલી ગતિમાં
જીવનના સર્જન-વિસર્જનની વાત નથી.
.
તારા શરીરની રેતી પર
વહેતી નથી કોઈ લહેરખી
ક્યાં છે? અરે, ક્યાં છે?
અષાઢના કાળાંભમ્મર વાદળો?
મારા શરીરના ક્ષેત્રના તાપ-સંતાપને
લુછી નાખે એવા.
હજી સુધી તારા પૂર્ણ પાણી
ધસમસ્યા નથી.
.
વાદળો આવે અને વરસાદ વરસે
એવું નથી અષાઢના આકાશમાં
અને પૃથ્વીના શરીર પર
ફરી પછી ફળદ્રુપતા આવે.
.
જો મનુષ્યના ખેત પર
સ્મિતનો પાક પરિપક્વ થાય
અને ફરી પાછો પ્રિય-વિરહ
વળી વીત્યા સમયની વ્યથા…
કે બસ તું મને પ્રેમ કરે તો જ,
જો આજે ને આજે તું મને પ્રેમ કરે તો
આ પ્રાચીન પૃથ્વી પર
મનુષ્યની કાયા-માયાનું પુનર્જીવન થાય.
.
.
– ગુરુપ્રસાદ મોહંતી
(ભાષા: ઊડિયા)
(અનુવાદ: કમલ થોભાણી)

Advertisements

2 thoughts on “અષાઢના આકાશમાં

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s