શ્વેત ઝાકળ


.

.

મારી બારી પર ફૂંકાતા પવન સાથે
તાજા ખરેલા પર્ણ જેવો
એનો પ્રેમ.
હું એને ઊંચકી લઉં છું
મારી મિરાત સમજીને
જાણે કે મારા હૃદયની ચપોચપ
એક મુલ્યવાન ફૂલ.
.
એનો પ્રેમ મારી તરફ વહી આવે છે પત્રની જેમ.
જે લખે છે, એ ભૂલે છે
પણ જે મેળવે છે
એ પોતાના ખાનામાં
કાયમને માટે સાચવી રાખે છે.
.
એનો પ્રેમ
લીલાછમ ઘાસ પર
આકાશમાંથી ઝરેલા
શ્વેત ઝાકળ જેવો.
આકાશ ભૂલી જાય છે
પણ ઘાસને એ જોઈએ છે સદાયે
જ્યાં સુધી
ઝળકતા સૂર્ય-કિરણો
એને શોષી ન લે ત્યાં સુધી.
.
.
– અચિત રાઉત રોય
(ભાષા: ઊડિયા)
(અનુવાદ: સુરેશ દલાલ)

3 thoughts on “શ્વેત ઝાકળ

  1. શ્રી સુરેશ દલાલ તરફથી વિવિધ ભાષાની સુંદર કવિતાઓના અનુવાદ આપણને મળતા રહે છે. તે માટે આપણી ભાષા વતી તેમનો આભાર માનીએ…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s