પ્રેમમાં તો એવું ય થાય…


.

.

‘સાચા પડે તે સ્વપ્ન નહિ’ – કોણ ગોખાવે છે મને આમ વારંવાર? કોને ભય છે કે હું આ નક્કર વાત ભૂલી જઈશ? ઝંખના તમને પાંખો આપે, આભ તમને ઊડવાની પ્રેરણા આપે, તમારું સ્વપ્ન તમને શક્તિ આપે: ને આ સઘળાને અંતે જે મથામણ થાય તેને માટેનો એક જ જવાબ તમારા પગે વજનદાર સાંકળ બનીને વળગેલો રહે છે: સ્વપ્ના સાચા પડે જ નહિ! જીવનના વાસ્તવના અનુભવો મને એ ભૂલવા નહિ દે – ને મારે ઉડવું છે સ્વપ્નોની આંગળીએ. એક આશા છે. કહે છે કે જીવન અનેક શક્યતાઓથી ભરેલું છે. અહી મધુર અકસ્માતો સર્જાય પણ છે. કદાચ; મારા ભાગે આવો કોઈ મધુર અકસ્માત નહિ હોય? છે જ વળી; આ જો ને, તને દૂરથી ઝંખનાના ફૂલ ચડાવતો હતો ત્યારે ખ્યાલ પણ હતો કે કદીક તારી નજીક પણ આવી શકીશ? આટલું સાચું પડ્યું છે તો…
.
પ્રેમીઓનો અર્થકોષ સામાન્ય જનવહેવારના કોષ કરતા જુદો હોય છે. શબ્દકોશ સહુનો સરખો છે. પ્રેમીઓ પણ શબ્દો તો એ જ બોલે છે જે તમને શબ્દકોશમાં જોવા મળે છે. પણ એની પાછળના અર્થને પામવા તમારે પ્રેમમાં પડવું પડે! પ્રત્યેક પ્રણયીએ આવી આગવી અર્થવ્યવસ્થા ઉતારી હોય છે કે જેના બળે એ અન્ય સહુની હાજરી હોવા છતાં ય હૈયાને હૈયાની વાત પહોંચાડી દે છે ને અન્ય સહુના કાને પડે છે માત્ર શબ્દોના ખોખાં.
.
.
– તુષાર શુક્લ

One thought on “પ્રેમમાં તો એવું ય થાય…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s