એક ક્ષણ…


.

.

નીરસ, ઉદાસ શિયાળાની સાંજે
આ પવનલહર મને સ્પર્શ કરે છે
અને અચાનક
હું વસંતનું વૃક્ષ થઈને મ્હોરી ઉઠું છું.
.
મારું જ વૃક્ષ
મને કહ્યા કરે છે
કે આ રોમાંચના ફૂલ તું તોડી લે
અને એને ગોઠવી દે
તારા શબ્દોથી ફૂલછાબમાં.
.
હું કશું ચૂંટવામાં કે લૂંટવામાં
માનતો નથી
અને કેવળ વિસ્મયથી
મારા આંતરબાહ્ય સૌન્દર્યને
પૂર્ણપણે માની લઉં છું
 – એક ક્ષણ.
.
.
– સુરેશ દલાલ (૨૦ – ૧ – ૨૦૦૬)

One thought on “એક ક્ષણ…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s