I Love You !


.

.

શ્વાસે શ્વાસે પ્રાણમંત્ર  જપ :

ગોરી, I Love You !

તારા વિણ આ તરસી રહેવું
વરસી રહે ને તું !
ઓ ગોરી, I Love You !
.
ખુલ્લી આંખે તું દેખાતી,
બંધ આંખમાં તું
હાથની વાત નથી આ મારા,
હું ય કરું તો શું?
મસ્ત મસ્ત મયની મસ્તીમાં
મસ્ત સદા રહું હું –
ઓ ગોરી, I Love You !
.
શ્વાસ સમી તું, સાથે સાથે
સેંથી પૂરું મારે હાથે
હથેળીઓની રેખા કહેતી
જીવવું છે આપણ સંગાથે
સ્વપ્ન મ્હેલમાં રમશું સાથે,
કેવળ હું ને તું –
ઓ ગોરી, I Love You !
.
આંખમાં તારી, સવાર મારી
સહેજ ઝૂકે ત્યાં રાત
વાત કરે ત્યાં ઝળહળ દીવા
મૌન છે પારિજાત
અવાર બધી યે મોસમ ખોટી
મોસમ મારી તું –
ઓ ગોરી, I Love You !
.
.
– તુષાર શુક્લ

Advertisements

4 thoughts on “I Love You !

  1. ખુલ્લી આંખે તું દેખાતી,
    બંધ આંખમાં તું
    હાથની વાત નથી આ મારા,
    હું ય કરું તો શું?

    શ્વાસ સમી તું, સાથે સાથે
    સેંથી પૂરું મારે હાથે
    હથેળીઓની રેખા કહેતી
    જીવવું છે આપણ સંગાથે
    સ્વપ્ન મ્હેલમાં રમશું સાથે,
    કેવળ હું ને તું –

    what a line kishu…
    lovely…..
    superb….

  2. ખુલ્લી આંખે તું દેખાતી,
    બંધ આંખમાં તું
    હાથની વાત નથી આ મારા,
    હું ય કરું તો શું?
    મસ્ત મસ્ત મયની મસ્તીમાં
    મસ્ત સદા રહું હું –
    Lovely poem…..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s