આ પ્રેમ કહે તે શું છે?


.

.

……….તારીખ, વાર, વરસ – આ બધાંની નોંધ રાખવી હું જરૂરી નથી સમજતો. જે સંવેદનો જે ક્ષણોમાં મેં અનુભવ્યાં છે તેની સચ્ચાઈનું પ્રમાણ આપવાનું મને પસંદ નથી. અનુભૂતિની સચ્ચાઈના પુરાવા આપવા પડે તો આ અનુભૂતિ સામાન્ય નથી. શબ્દો, જે બોલાય છે તે મહત્વના નથી. મહત્વનું છે એ ક્યાંથી બોલાયા છે તે. ‘જે કંઈ કહીશ તે સત્ય જ કહીશ’ ની પ્રતિજ્ઞા મને ગમતી નથી કારણ કે પ્રતિજ્ઞા એ અવિશ્વાસનું પરિણામ છે. મારાં સંવેદનો વિષે આ તારીખ, વાર, વરસ જો કોઈ પ્રમાણ બની શકતા હોય તો એની સનાતનતા જોખમાય. હા, સંવેદનોને જુદી જુદી રંગ ઝાંય હોઈ શકે – ને મારાં સંવેદનો તો એટલા સમૃદ્ધ છે જ.
.
……….મારા મનમાં ઊઠતા વિચારો સ્પર્શીને આવે છે વિવિધ ફૂલોને. ક્યારેક રમાડી આવે છે પારિજાતને, ક્યારેક ચૂમી લે છે રાતરાણીને, ક્યારેક આલિંગે છે મધુમાલતીને, ક્યારેક હળવેકથી ટપલી મારી આવે છે ગુલમહોર અને ગરમાળાનાં ફૂલોને, ને રંગ લઇ આવે છે પોતાની ગુલાબી ગુલાબી હથેલીઓ પર. ક્યારેક ગલગલીયાં કરી આવે છે પેલાં શિરીષપુષ્પને. એમ કંઈ હમેશા ફૂલોને જ સ્પર્શીને આવે છે તેવું રખે માનતા; ક્યારેક લેતા આવે છે હાથીયા થોરના ઉઝરડા કે બાવળની શૂળની વેદના…મને આ વિવિધતા ગમે છે. એ સૌથી શોભે છે મારો હૃદય-બાગ. આ સઘળાં જ એની શ્રી છે. સમૃધ્ધિ છે મારા આ અનુભવોની. આ સંવેદનોને આલેખવાનું મને ગમે છે. ને તને સંભળાવવાનું તો ખુબ ગમે પણ…તું કદાચ સાંભળે ન સાંભળે એટલે જ આમ લખવાનું રાખ્યું છે. આજે તો હજી નથી જાણતો કે તું ક્યારે વાંચીશ આ બધું પણ ઊંડે ઊંડે એક આશા છે કે જે હું તને કહી નથી શક્યો તે તને અહીંથી જાણવા મળશે – ને પછી તું મને વધુ સારી રીતે સમજી શકીશ. જો કે એમ સહેલાઇથી તું મને પામી લે એટલું ગરીબ નથી મારું વ્યક્તિત્વ કે એટલી સરળતાથી તું એને ભૂલી જાય તેવું સામાન્ય પણ નથી મારું વ્યક્તિત્વ.
.
.
– તુષાર શુક્લ

One thought on “આ પ્રેમ કહે તે શું છે?

  1. નિકટતમ સંબંધોમાં પહેલેથી જ જો સત્ય બોલવામાં આવે તો પછી ક્યારેય “હું જે કહીશ તે સત્ય જ કહીશ” – એવી પ્રતિજ્ઞા લેવાની ક્ષણો આવતી જ નથી. અને શબ્દો જો હૃદયના અતલ ઊંડાણમાંથી સીધા આવે તો બેશક તે કોઈપણ જાતની ભેળસેળ વગરના, સરળ, પવિત્ર અને સત્ય જ હશે. પણ શબ્દો હૃદયમાંથી સીધા નીકળીને સીધા સામી વ્યક્તિ સુધી પહોંચતા નથી. ઘણાં પ્રકારની ભેળસેળ તેમાં થાય છે. અને પરિણામે સત્ય રહેતા નથી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s