૧૬ વરસની ઉંમર…


.

.

૧૬ વરસની ઉંમર,
ઉંબર બ્હાર લગીર એક ડોકિયું કરીને પૂછે:
આ પ્રેમ કહે તે શું છે?
.
સુગંધભીની લ્હેરખી બોલી,
આવ તું ઉંબર બ્હાર, તને સમજાવું કે
આ પ્રેમ કહે તે શું છે!
.
છોડ ઉપર લ્હેરાતા
છોને ધરાથી અળગા થાતાં
તો યે મૂળ થકી પોષાતા
આ રંગ રંગના ફૂલ, ધરાનો પ્રેમ છે.
.
પર્વત પરથી વહેતી
સૂને મારગ કૈ કૈ સહેતી
તો યે કોઈને કાંઈ ન કહેતી
આ સરિતા, સાગર કેરો મીઠો પ્રેમ છે.
.
આ રેત કાંઠાની તપે
લહરને મનમાં મનમાં જપે
તો ય કાંઠાની હદ ના ટપે
આ રેત, ભીંજવતા મોજાં કેરો પ્રેમ છે.
.
એક પાંદડું જયારે ખરે
અને આ વૃક્ષ એ ઘડી મરે
આંખથી આંસુ લીલા ઝરે
આ વૃક્ષ અને પર્ણોની વચ્ચે પ્રેમ છે.
.
ફૂલ ફૂલ પર ઊડવું એ ના પ્રેમ છે
દીપ જ્યોતમાં જલવું એ ના પ્રેમ છે
ખાલી અમથું ખરવું એ ના પ્રેમ છે
જીવવું ભૂલી મરવું એ ના પ્રેમ છે
.
કદી તૃષિત કે તૃપ્ત હોય છે, કદી પ્રગટ કે ગુપ્ત હોય છે
કદી ભૂલે ના હૈયું એને, ભલે લાગતું, લુપ્ત હોય છે
અંતરની ભાષા ના જાણે, અંતર અંતરને જ પિછાણે
ચાહવું એટલે બાંધવું ક્યાં છે? પ્રીત કદી ના થાય પરાણે
સહે, કદી ના, કહે, વહે જે નિત્ય નિરંતર
ઝીણું ઝીણું બજે જીવમાં ઝીણું જંતર
આ જ છે એની ઓળખ, એ જ તો પ્રેમ છે
બીજા છો ને મનગમતા, પણ, વ્હેમ છે.
.
.
– તુષાર શુકલ

One thought on “૧૬ વરસની ઉંમર…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s