ભાગ્યને છળતો નથી હવે…


.

.

હસતો નથી હું કોઈ દિ’ રડતો નથી હવે,
સિક્કો ઉછાળી ભાગ્યને છળતો નથી હવે.
.
એના પ્રસંગો સંભારે છે એટલે સતત,
એના વિશે હું વાત પણ કરતો નથી હવે.
.
કાગળમાં પહેલાં નામ પછી સહી કરું છું, બસ,
ખાલી જગામાં કાંઈ હું લખતો નથી હવે.
.
એના ખયાલો એટલે રેતી, કશું નહીં;
કહેવાને કોઈ આમ ત્યાં રસ્તો નથી હવે.
.
અફવા ફરે શહેરમાં પહેરીને મારું નામ,
હું મારા ઘરની બહાર નીકળતો નથી હવે.
.
.
– કૈલાસ પંડિત

Advertisements

One thought on “ભાગ્યને છળતો નથી હવે…

  1. કાગળમાં પહેલાં નામ પછી સહી કરું છું, બસ,
    ખાલી જગામાં કાંઈ હું લખતો નથી હવે.
    આ પંક્તિ વધુ ગમી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s