સાથે તોય અજાણ્યા…


.
.
અમે તો સાથે તોય અજાણ્યા
કોણે અહી આ ભરબપ્પોરે રાતના તંબુ તાણ્યા?
.
એક શબ્દની આસપાસ જો
કંઈ કેટલા કાંટા,
અને મૌનમાંથી નીકળતા
આડાઅવળા ફાંટા,
અણસમજની ભાષા ભણવા લાખ ઓરતા આણ્યા.
.
એક પંથ પણ એની ઉપર
દાઝેલા આ પગલાં,
ખટકો ને ખટરાગ અને આ
છાના કૈંક છમકલાં,
લોકલાજને કાજ અમારાં સગપણ અમે વખાણ્યા.
.
.
– પન્ના નાયક

Advertisements

One thought on “સાથે તોય અજાણ્યા…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s