તારું સ્મરણ બાકી રહે…


.

.
.
આંખમાં ભીંજાયલી કોઈક ક્ષણ બાકી રહે,
ક્યાંક કોઈ શે’રમાં તારું સ્મરણ બાકી રહે.
.
લાગણીની સુકી ડાળે ફૂલ ક્યાંથી આવશે,
હસ્તરેખાઓની વચ્ચે માત્ર રણ બાકી રહે.
.
યાદની દીવાલને હા, તોડવી સહેલી નથી,
આંસુઓની રેત પર તારા ચરણ બાકી રહે.
.
સાતમાં આકાશ પર લઇ જાય છે કોઈ મને,
ને છતાં આ હોલ વચ્ચે એક જણ બાકી રહે.
.
ચાંદની લહેરાય છે મારી નસેનસમાં ‘જયન્ત’
રક્તમાં એ સ્પર્શનું પહેલું કિરણ બાકી રહે.
.
.
– જયન્ત પરમાર

Advertisements

2 thoughts on “તારું સ્મરણ બાકી રહે…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s