જ્યારે ના કોઈ

.

જ્યારે ના કોઈ આસપાસ હશે,

ત્યારે તેઓ જ મારી પાસ હશે.

દૂર કરતો ગયો બધાં મ્હોરાં,

શું મને મારી પણ તલાશ હશે ?

રાતના બે શશી તો હોય નહીં,

જ્યારે એ આવશે, અમાસ હશે !

સૂર્યકિરણો ગયાં છે ત્યાં સુધી

ભીતરે એટલે ઉજાસ હશે !

કેમ અટકી ગઈ સફર મારી ?

શું અહીં આપનો નિવાસ હશે ?

પાનખરમાંય જે ખરી ન પડે,

એ જ સંબંધની સુવાસ હશે.

જાય છે મંઝિલો વટાવીને,

ક્યાં હવે માર્ગનો પ્રવાસ હશે ?

.

– હર્ષદરાય દવાવાલા – ‘બેચેન’

Advertisements

ક્યારેક પ્રેમ ખૂબ જટિલ બને છે

.

.

પ્રેમને નામે ઉભી થતી ભ્રમજાળમાં ક્યારેક
પતિ પત્નીના સંબંધ વિકૃત થઇ જતા હોય છે,
ક્યારેક તો એ રોગીષ્ટ હાલતમાં જ પહોંચી જાય છે.
યોગ્ય વયે માણસ પુખ્તતા મેળવી નથી શકતો
ત્યારે ભલે શરીરથી એ પુખ્ત બને છે,
એની આંતરિક ઉંમર તો બાળકની જ રહે છે.
આવા કિસ્સાઓમાં ભારે તકલીફ થાય છે.
કોઈની માનસિક વય હજી એટલી જ હોય કે
તેણે માટે માનો પ્રેમ કે બાપનો પ્રેમ હજી એટલો જ અનિવાર્ય હોય
ત્યારે પોતાના પ્રેમપત્રમાં એ માં કે બાપને જ શોધ્યા કરે છે.
તેમાય જો બંનેની માનસિક વય બાળકની હોય
તો તો પ્રેમ ખૂબ જ જટિલ બને છે.
બંને પાત્રો પરસ્પર માનો પ્રેમ ઝંખ્યા કરે તો રસ્તો  ક્યાંથી નીકળે?
નસીબજોગે જો સામેનું પાત્ર માતૃત્વ પ્રેમ કરનારું મળી આવે
તો જીવનની બાહ્ય દેખાવની સફળતા તેઓ જરૂર પ્રાપ્ત કરે.
પરંતુ પ્રેમ કરવાને પરિણામે સાંપડતી મનોભૂમિકા તો ક્યારેય ન મેળવી શકે.
આવી માતૃ-કેન્દ્રિત કે પિતૃ-કેન્દ્રિત મનોદશામાં
ક્યારેક માલિકીપણાની આત્યંતીકતા
તો ક્યારેક પરવશતાની પરાકાષ્ઠા જોવા મળે છે.
.
.
– એરિક ફ્રોમ

જિંદગી અર્પણ પ્રેમને

.

.

પ્રેમ પામ્યો છે મૃત્યુ તારા બાહુઓમાં
શું છે તને સ્મૃતિ એના મિલનની
મૃત્યુ પામ્યો છે એ, તેમ તું પણ અને ફરી પાછી મળશે
એને
એ પાછો આવે છે મળવા માટે તને
આવેલી બીજી વાર વસંતઋતુ પણ ગઈ
હતી જે મૃદુતા એની, આવે સ્વપ્ન એનું મને
અલવિદા, ઋતુ છે પૂર્ણતાને આરે
આવશે પાછી તું અમ સમીપ એવી જ મૃદુ.
.
.
– ગુઈલોમ એપોલિનેર
(ભાષા: ફ્રેંચ)
(અનુવાદ: નેહા સંદીપ)