એક દિ’ મળશો મને?


 

 

એક દિ’ મળશો મને? ના, તને હું નહીં મળું,
તે દિવસ ને તે ઘડીથી હું ગઝલ વચ્ચે બળું.

ટોચ ઉપર એટલા માટે જવું છે દોસ્તો,
આભની આંખો ખુલે ને હું તરત નજરે ચઢું.

સ્મિત, આંખો ને અદા, અંગડાઈ, ખુશ્બૂ કેશ પણ
એકલો છું તોય જોને કેટલા સામે લડું.

દર વખત મારા શરીરે છેતર્યો છે સ્પર્શમાં,
હર વખત ઈચ્છા રહી જાતી કે હું મનને અડું.

આવતા જન્મે બનું હું મેઘનું ટીપું તો બસ,
એમના ગાલે અડું ને છો પછી નીચે પડું.

   – મુકેશ જોષી

2 thoughts on “એક દિ’ મળશો મને?

  1. આવતા જન્મે બનું હું મેઘનું ટીપું તો બસ,
    એમના ગાલે અડું ને છો પછી નીચે પડું.
    વાહ….સરસ પંક્તિ.

  2. toch upar etla mate javuchhe dosto
    aabh ne ankho kulene hu tarat najre padhu
    khubaj saras ………..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s