છે એ જ ચાંદની આજેય મારા કૂબામાં


છે ક્ષોભ એ જ હૃદયની દશાઓ કહેવામાં;
થશે તમારોય ઉલ્લેખ મારા કિસ્સામાં.

તમે ઉઠાવ્યો ઘૂંઘટ, એ પળે જે છલકાઈ,
છે એ જ ચાંદની આજેય મારા કૂબામાં.

પ્રણયને નામ કર્યો હોત, કાશ ! થોડો સમય…
તમે ગુમાવ્યો એ મારી પરીક્ષા લેવામાં.

કહીને આટલું ડાળીથી છેલ્લું ફૂલ ખર્યું,
રહું વસંતની હું ક્યાં સુધી પ્રતીક્ષામાં?

– કૈફી આઝમી

(ઉર્દુ ગઝલ)
(અનુવાદ: રઈશ મનીઆર)

2 thoughts on “છે એ જ ચાંદની આજેય મારા કૂબામાં

  1. શ્રી રઇશ મનીઆર તરફથી શ્રી કૈફી આઝમીની ગઝલનો સુંદર અનુવાદ આપણાં સુધી પહોચાડવા બદલ બ્લોગના સંચાલકનો આભાર તથા આમ જ કંઇ નવું નવું મૂકતા રહે તેવી શુભેચ્છાઓ..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s