વાંધો નથી, ઝુલાશે.


 

હજુયે હાલે છે આ ડાળ લીલાં પાન પહેરીને;
વાંધો નથી, ઝુલાશે.
હજુયે ટહુકો તાજી કરે છે ઓળખાણ આકાશની;
વાંધો નથી, ગવાશે.
સમય તો સોના-સાંકળીએ બાંધ્યો આ ખિસ્સામાં જ છે;
રસ્તાના અણધાર્યા વળાંકોય છે હજુ નહિ પડેલી મારી પગલીમાં;
હવાય વેરવા દે છે સુગંધોને એમની રીતે;
ને તેથી ઉઘાડી બારીએ ફરવું ગમશે અંદર-બહાર.
ડુંગરોની ભાષામાંનો પડકાર મને સમજાય છે;
દરિયાના ખડક વિશેના ખ્યાલોય કંઇક પમાય છે;
બે હાથથી જે બંધાય છે તે જ ચરણોથી એમ જ છૂટી જાય છે;
ને તેથી જ પહોંચી શકાશે અહીંથી પણે કોઈ દોર વિના.
મનને જોઈને જ શબ્દો વધુ ને વધુ ઊંચકાય છે કવિતામાં,
ને એકાંતને જોઇને જ વાદળ વધુ ને વધુ ગોરંભાય છે મૌનમાં,
મધપુડો હજુય દૂઝ્યા કરે છે ઊંડે ઊંડે
ને તેથી જ ફૂલોના ડંખ હજી જીરવાશે
ને પડઘાની પેલે પાર નીકળી શકાશે હંસતા હંસતા.

–   ચંદ્રકાંત શેઠ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s