શ્રીનાથજી ભોગ દર્શન

ભોગ દર્શન : આ દર્શન કરવાથી ભરોસો વધે છે.

શ્વાસની આ તો આવન જાવન
એને તારું નામ દીધું છે
મેં તો તારા હોઠનું અમરત
આંખ ભરીને એમ પીધું છે
મેં તો તારું નામ દીધું છે…

આ મારો છે ભાવ-સમંદર
ભાવ કહો કે ભક્તિ
અમને તો બસ એક ખબર છે
પાગલ છે આસક્તિ
હજાર તારા નામ હરિવર
મારું નામ તો સાવ સીધું છે
મેં તો તારું નામ દીધું છે…

મીરાં કહો કે કહો રાધિકા
કહો મને કોઈ ગોપી
મેં તો તારા નામમાં મારી
માયાને આટોપી
માન મલાજો છોડી દઈને
નહિ કહેવાનું તને કીધું છે
મેં તો તારું નામ દીધું છે…

સ્વર : અનૂપ જલોટા
સ્વરાંકન : આસિત દેસાઈ
શબ્દો : સુરેશ દલાલ