શ્રીનાથજી ઉત્થાપન દર્શન

 

 

ઉત્થાપન દર્શન: આ દર્શન કરવાથી ઉત્સાહ વધે છે.


સાંજ પહેલાની સાંજ ઢળી છે
શ્યામ હવે તો જાગો
તમે અમારા રોમરોમમાં
થઇ વાંસળી વાગો…

મોરપીંછનો મબલખ તડકો
સાવ સુંવાળો લાગે
તડકો પણ આ સંગ તમારી
માખણ જેવો લાગે
તમે અમારી જેમ શ્યામજી
સંગ અમારો માંગો…

વૃન્દાવનમાં હરશું-ફરશું
ગાશું ગીત અનેરાં
કોઈ વૃક્ષની છાંય: પછી તો
ગિરીધર મેરા મેરા
શ્યામ તમારી સંગ અમારો
જનમ જનમનો લાગો…

સ્વર: હેમા દેસાઈ
સ્વરાંકન: આસિત દેસાઈ
શબ્દો: સુરેશ દલાલ