શ્રીનાથજી ગ્વાલ દર્શન


ગ્વાલ દર્શન: આ દર્શન કરવાથી પ્રતિષ્ઠા બની રહે છે.

.

તમે ચરાવવા જાઓ મારા જાદવા

મારી ઈચ્છાઓ છે કામધેનું

તમે ચરાવવા આવશો નહિ તો

જીવનભરનું અમને મહેણું…

ઘાસ પાસે અમે એકલા જશું તો

થઇ જાશે એ એવું ખડ

તમારી સંગે વૃંદાવન થાશે

વેરાન હોય કે ઉજ્જડ

તમારી સંગાથે ચાલતા ચાલતા

હવામાં વાગતી હોય વેણું…

એક-એક કોળીયો વાગોળ્યા કરીએ

શ્યામ સાથે મંડાયે મીટ

ફરવાનું બહાનું છે, ચરવાનું બહાનું છે

પીએ આકંઠ તારી પ્રીત

તમે અમારી વાચા છો, ત્વચા છો

ઉપરનું કંઈ નથી ઘરેણું…

.

સ્વર: ચંદુ મટાણી અને વૃંદ

સ્વરાંકન : આશિત દેસાઈ

શબ્દો: સુરેશ દલાલ


		
Advertisements

4 thoughts on “શ્રીનાથજી ગ્વાલ દર્શન

  1. શબ્દો મજાના છે.

    જો આ ગીત સાંભળી ન શકતું હોય તો પછી સ્વર કોનો છે તથા સ્વરાંકન કોનું છે તે દર્શાવવાની શું જરૂર?

  2. ફરવાનું બહાનું છે ચરવાનું બહાનું છે
    પીએ આકંઠ તારી પ્રીત
    તમે અમારી વાચા છો, ત્વચા છો
    ઉપરનું કંઈ નથી ઘરેણું…
    આ પંક્તિઓ વધારે ગમી.

  3. પ્રતિભાવ બદલ આભાર અતુલભાઈ. હું તો ઓડીયો મુકવા માંગુ છું પણ વર્ડપ્રેસના બ્લોગમાં MP3 મૂકવાની સુવિધા નથી એટલે મૂકી શકાયું નથી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s