શ્રીનાથજી મંગળા દર્શન.


મંગળા દર્શન: આ દર્શન કરવાથી હમેશા સુખી થવાય છે.

શ્યામ હવે તો જાગો…
જેણે મને જગાડ્યો એને, કેમ કહું કે જાગો?
મારો તારી સાથ પ્રભુ હે! જનમ-જનમનો લાગો…

પંખીના ટહુકાથી મારા
જાગી ઉઠ્યા કાન,
આંખોમાં તો સૂર્યકિરણનું
રમતું રહે તોફાન;
તમે મારા શ્વાસ-શ્વાસમાં
થઇ વાંસળી વાગો…
મારો તારી સાથ પ્રભુ હે! જનમ-જનમનો લાગો…

ગઈ રાત તો વીતી ગઈને
સવારની આ સુષમા,
વ્હેતી રહે છે હવા ને એમાં
ભળી તમારી ઉષ્મા;
મારા પ્રિયતમ પ્રભુ મને નહીં
કરશો અળગો આઘો…
મારો તારી સાથ પ્રભુ હે! જનમ-જનમનો લાગો…

સ્વર અને સ્વરાંકન : આશીત દેસાઈ
શબ્દો : સુરેશ દલાલ

3 thoughts on “શ્રીનાથજી મંગળા દર્શન.

  1. “મારા પ્રિયતમ પ્રભુ મને નહીં
    કરશો અળગો આઘો…”
    પ્રભુ પાસે કંઈ માંગવુ હોય તો આ જ માંગી શકાય. સુરેશ દલાલની સરસ રચના.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s