.
.
વર્ષોના વર્ષો પાછળ ગયો ઓટ પામતો પોતાનામાં
અને યાદ કરવા ગયો ત્યારનાં એકમેકને
કદાચ વરસાદ પડતો હશે વર્ષોના વર્ષો પહેલાં
કદાચ વર્ષોના વર્ષો પહેલાં હશે સ્થિર બપોર
પ્રસંગની રેખાઓ સ્પષ્ટ છે પણ અસ્પષ્ટ
છું હું જ વર્ષોના વર્ષો પહેલાં કદાચ હું જ નહીં હોઉં
કદાચ હું હું જ નહીં હોઉં હવે ખૂબ વર્ષો પછી
કદાચ હું ને હું જ સમાન્તર તું ને તું જ સમાન્તર
વર્ષોના વર્ષો પહેલાંના જ રસ્તા, ગલીઓ, સમુદ્રકિનારા
અને હૃદયમાં અતિશય નાનું એક સૂક્ષ્મ અંતર
જીભ ઉપર જીવંતપણાનો જે ટકી રહેલો સ્વાદ
તે નહોતો મીઠો, નહોતો કડવો, નહોતો તીખો કે ખાટો
વર્ષોના વર્ષો પહેલાં હસતી ને તરલ ઇંટોથી
આપણે રચતાં હતાં એકમેકની આ જ તિરાડ વિનાની કબર.
.
.
- દિલીપ ચિત્રે
(ભાષા: મરાઠી)
(અનુવાદ: જયા મહેતા)
ગુજરાતી કવિતા
June 3, 2012
May 21, 2012
.
.
એ સ્નેહની પળ બે-ત્રણ
કે ઝરમર સંગાથના પંથનો પણ
થાક લાગે છે મને…
.
.
દર્પણ દેખાડે હું એ અજાણ્યો જણ
પ્રતિબિંબમાં સ્થિર છે મૌનની ક્ષણ
બીજાના મહોરામાં રહેલી જાતની
દયા આવે છે મનને…
.
.
કોઈ જેને હું ઓળખું છું અહી
એ બધા પાછા આવ્યા નહીં
મારી નજર તાગે છે શૂન્ય અને…
.
.
વાદળવિહીન એકાકી આકાશ
એકલતાથી ભારોભાર અવકાશ
વીત્યો વર્ષોનો જે આપનો સહવાસ
તારા હોવાપણાથી છલોછલ લાગે છે મને.
.
.
- જયંત મહાપાત્ર
(ભાષા: ભારતીય અંગ્રેજી)
(અનુવાદ: અવિનાશ પારેખ)
May 18, 2012
.
.
ચાલો આપણે મિત્રો થઈએ, તે કહ્યું;
ચાલો આપણે મિત્રો થઈએ, મેં કબૂલ્યું.
.
.
આથી વિશેષ કશું નહીં, તે કહ્યું;
આથી વિશેષ કશું નહીં, મેં કબૂલ્યું.
.
.
નહીં કોઈ જાહેરાત, નહીં કોઈ વચન આ શું, તે કહ્યું;
નહીં કોઈ જાહેરાત, નહીં કોઈ વચન મેં કબૂલ્યું.
.
.
નાનું અમથું સ્વપ્ન ને ચકરાવો તે કહ્યું;
નાનું અમથું સ્વપ્ન ને ચકરાવો મેં કબૂલ્યું.
.
.
એવું નથી જાણે કે મેં કશું કર્યું નથી, તે કહ્યું;
ના, ના, કશું જ જાણે બન્યું નથી, મેં કબૂલ્યું.
.
.
આપણે એમાંથી ગૌરવ સાથે બહાર આવ્યાં, તે કહ્યું,
આપણે એમાંથી ગૌરવ સાથે બહાર આવ્યાં, મેં કબૂલ્યું.
.
.
- અનિતા નાયર
(ભાષા: ભારતીય અંગ્રેજી)
(અનુવાદ: સુરેશ દલાલ)

